જિંદગીને કહેવાનું મન થાય છે કે થોડીક રોકાઇ જા ને! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગીનેકહેવાનુંમનથાય

છેકેથોડીકરોકાઇજાને!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

પૂર્ણમાસીનું માન રાખ્યું છે, મેં ઉદાસીનું માન રાખ્યું છે,

આજ દિનભર ખુશીથી રહ્યો છું, આજ રાશિનું માન રાખ્યું છે,

એને કહેજો રાખે મંદિરનું, મેં અગાશીનું માન રાખ્યું છે,

સ્હેજ દેખાઉં એમ સંતાયો, મેં તલાશીનું માન રાખ્યું છે.

સ્નેહી પરમાર

જિંદગીના ખરાબ સમયને આપણે બધા બહુ રોતાં રહીએ છીએ. સારા સમયનું બહુ સ્મરણ રહેતું નથી. કંઇ ખરાબ બને એને સતત વાગોળતા રહીએ છીએ. જિંદગીમાં સુખ અને દુ:ખનો આધાર એના પર પણ રહે છે કે, આપણે શેને વધુ પેમ્પર કરીએ છીએ? ખુશીને કે ગમને? આનંદને કે ઉદાસીને? હાસ્યને કે આંસુને? મિલનને કે જુદાઇને? મુલાકાત કે વિરહને? પ્રેમને કે નફરતને? દોસ્તને કે દુશ્મનને? યાદને કે ફરિયાદને? ભાવને કે અભાવને? આપણે જેને પેમ્પર કરીએ આપણામાં જમા થતું રહે છે. એની સિલક રહેવાની છે. જે તમારી પાસે હશે તમે વાપરવાનાં છો. પ્રેમ હશે તો પ્રેમ વહેંચશો. નફરત હશે તો નફરત કરવાના છો. આપણે કાળજી રાખવાની હોય છે કે, હું મારામાં શું રોપું છું? જે રોપશો ઊગશે.

દિવસના ચોવીસ કલાક દરમિયાન તમારો મૂડ કેવો હોય છે? કેટલા કલાક તમે ખુશ હો છો? કેટલા કલાક તમારો મૂડ ઓફ હોય છે? કેટલીક ક્ષણો એવી હોય છે જ્યારે તમને જીવવાની મજા આવી હોય છે? મજા આવી હોય, સારું લાગ્યું હોય એવી ક્ષણોને તમે વધારી શકો છો? આપણે એવું નથી કરતા. ઊલટું, ખરાબ બન્યું હોય એને ખેંચ્યે રાખીએ છીએ. એક ભાઇના સન્માનનો કાર્યક્રમ હતો. દસેક વક્તાઓએ તેમના કાર્યોના બે મોઢે વખાણ કર્યા. એક માણસે વખાણ કરવાની સાથે થોડીક ટીકા કરી. આ ટીકા એ માણસથી સહન થઇ. મારા આટલા સુંદર સન્માનના કાર્યક્રમને બગાડી નાખ્યો. તેની પત્નીએ કહ્યું, બે કલાકના કાર્યક્રમમાં તને બે મિનિટની વાત યાદ છે? બાકીની એક કલાક અને અઠ્ઠાવન મિનિટ સુધી તારા વખાણ થયાં એમાંથી તને કશું યાદ નથી?

એક સાધુ હતો. તેમણે પોતાના એક ભક્તને સોનાની થાળી ભેટ આપી. સોનાની થાળીમાં લોઢાની મેખ હતી. થોડા દિવસ પછી બીજા એક ભક્તને પણ લોઢાની મેખવાળી સોનાની થાળી ભેટ આપી. બંને ખુશ હતા. એક વખત સાધુએ તેના ભક્તને બોલાવ્યો. વાતવાતમાં પૂછ્યું, પેલી સોનાની થાળીમાં જમે છે ને?  ભક્તે કહ્યું, દરરોજ જમું છું મહારાજ! પ્રોબ્લેમ એટલો થાય છે કે, રોજ પેલી લોઢાની મેખ દેખાય છે અને જમવાનો સ્વાદ બગડી જાય છે. એટલામાં બીજો ભક્ત આવ્યો. સાધુએ તેને પણ પૂછ્યું, સોનાની થાળીમાં રોજ જમે છે ને? ભક્તે કહ્યું, અરે! દરરોજ એમાં જમું છું. મજા આવે છે. મેં તો ક્યારેય સપનેય વિચાર્યું નહોતું કે, હું સોનાની થાળીમાં જમીશ! સાધુએ કહ્યું કે, પણ એમાં લોઢાની મેખ છે એને શું? ભક્તે કહ્યું, એની તરફ જુએ છે કોણ? જ્યાં મેખ છે ત્યાં હું સૌથી પહેલાં તુલસીપત્ર મૂકી દઉં છું અને પછી ભૂલી જાઉં છું કે, ત્યાં લોઢાની મેખ છે! આખી થાળી સોનાની છે! સાધુએ પહેલાં ભક્તને કહ્યું કે, તને હવે સમજાયું કે તું કેમ દુ:ખી છે? તેં તારા મગજમાં લોઢાની મેખને કેન્દ્રસ્થાને રાખી છે, સોનાની થાળીને નહીં! ચંદ્રમાં ડાઘ છે, પણ એની રોશની તો બધે એકસરખી પડે છે. ક્યારેય એવું સાંભળ્યું છે કે, ચંદ્રનો પ્રકાશ અહીં નથી પડતો કારણ કે એ ચંદ્રના ડાઘના વિસ્તારમાં આવે છે? અંધારામાં કાળો ડાઘ દેખાતો નથી. તમે દીવો કરો તો કાળો ડાઘ વધુ સાફ દેખાય છે. તમે ડાઘ તરફ જોતાં રહો તો પ્રકાશ, તેજ, ઉજાસ કે રોશનીની મજા ક્યારેય નહીં માણી શકો!

જિંદગીમાં ક્યારેક એવો સમય પણ આવતો હોય છે કે, જ્યારે આપણને એવી અનુભૂતિ થાય કે, મારા જેવું સુખી બીજું કોઇ નથી. દસેય આંગળા ઘીમાં હોય અને કુદરતની દરેક કૃપા વરસતી હોય એવું પણ આપણને લાગે છે. એવું થાય કે જાણે સમય અહીં રોકાઇ જાય! જિંદગીને પણ કહેવાનું મન થાય કે થોડીક રોકાઇ જા ને! આટલી બધી શું ભાગી રહી છે? સુખને પણ જો સમજીએ નહીં તો સુખ ફીલ થતું નથી. એક યુવાનની વાત છે. ખૂબ સ્ટ્રગલ પછી એની લાઇફમાં એક એવો તબક્કો આવ્યો જ્યારે તેની પાસે તેણે કલ્પ્યું હતું બધું હતું! બ્રાઇટ કરિયર હતી, પ્રેમાળ પત્ની હતી, સરસ મજાનું ઘર હતું, ઘરમાં પણ તમામ પ્રકારની સુવિધાઓ હતી. બધું હોવા છતાં તેને સુખ ફીલ થવાની વાત તો દૂર, ઊલટું, ચિંતા થતી હતી. એને સતત ભય લાગતો હતો કે, સુખ ચાલ્યું જશે તો? હું પાછો દુ:ખી થઇ જઇશ તો? એક વખત તેણે એક ફિલોસોફરને કહ્યું કે, મારી પાસે બધું છે. છતાં મને ડર લાગે છે. તમે તમારા પ્રવચનોમાં કહો છો કે, સમય ક્યારેય એકસરખો રહેતો નથી. જિંદગી પેકેજ ડીલમાં આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે. સુખ પછી દુ: અને દુ: પછી સુખ આવતા રહે છે. એનો મતલબ એવો પણ થયો ને કે, આજે મારી પાસે જે સુખ છે પણ ચાલ્યું જશે? ફિલોસોફર હસવા લાગ્યા. તેમણે કહ્યું, તારી પાસે સુખ છે? મને તો એવું નથી લાગતું! તારી પાસે સુખ છે, પણ એની અનુભૂતિ ક્યાં છે? તેં તો દુ:ખને પકડી રાખ્યું છે. પહેલાં દુ:ખને તો તું છોડ! દુ: તો જ્યારે આવવાનું હશે ત્યારે આવશે, તું તો અત્યારથી દુ:ખી છો. સમય બદલાતો હોય છે, એમાં ના નહીં, પણ એની ચિંતા ત્યારે કરવી જોઇએ જ્યારે સમય બદલે! અત્યારે સુખ છે એને એન્જોય કર ને! કાલ કેવી હશે એની ખબર નથી, પણ એટલી તો ખબર છે ને કે આજ સારી છે. પહેલાં એને માણી લે! જિંદગીનો અમુક સમય એવો હોય છે, જેને ભરપૂર જીવી લેવો જોઇએ. પછી કદાચ એવો સમય મળે કે મળે! બનવાજોગ છે કે, અત્યારે હોય એનાથી પણ સારો સમય મળે, ત્યારે એન્જોય કરજો!

સુખ અને દુ: મનનું કારણ છે. જે છે આપણી અંદર છે. એક ભાઇ નાનકડા ફ્લેટમાં રહેતા હતા. તેને હંમેશાં એવું થતું કે, ફ્લેટને બદલે બંગલો હોય તો કેવી મજા આવે? એક વખત તેના મિત્રને વાત કહી ત્યારે મિત્રએ પૂછ્યું, તું અત્યારે દુ:ખી છે? તેના મિત્રએ કહ્યું, ના રે, જરાયે દુ:ખી નથી, મોજ છે! હું કંઇ રોદણાં નથી રડતો, તો સારા સપનાં જોવામાં શું જાય છે? બાકી બંદા તો મોજમાં રહેવા માટે જન્મ્યા છે.

આપણે આપણી જિંદગીને કેવી રીતે લઇએ છીએ અને કેવી રીતે જોઇએ છીએ તેના પર સુખ અને દુ:ખનો આધાર રહેતો હોય છે. એક સંત હતા. ગામના લોકો સાથે રોજ સત્સંગ કરે. એક વખત સંતે એક બહેનને ઊભા કરીને સવાલ પૂછ્યો, દુ: એટલે શું? પેલા બહેને બહુ નિર્દોષતાથી કહ્યું કે, માફ કરજો મહારાજ, મને ખબર નથી! મેં તો ક્યારેય દુ: જોયું નથી! માબાપે સરસ રીતે મોટી કરી. સારું ભણાવી. લગ્ન કરાવ્યાં. પતિ પણ સારો છે. બધું સારું છે. મને તો ખબર નથી કે દુ: કોને કહેવાય! સંતે કહ્યું કે, તને દુ:ખની એટલે ખબર નથી કારણ કે તેં તારી લાઇફમાં દુ:ખને ક્યારેય શોધ્યું નથી! આખી જિંદગી આવી રહેજે! સુખ તો હોય છે. આપણે એને પડતું મૂકીને દુ: શોધતા હોઇએ છીએ. ગમે એમ કરીને દુ:ખને શોધી લઇએ છીએ અને પછી એને વાગોળ્યા રાખીએ છીએ. એવું કહેતાં રહીએ છીએ કે, મારા જેવું દુ:ખી બીજું કોઇ નથી! તમારી જિંદગીમાંથી દુ:ખના વિચારોને ખંખેરી નાખો, સુખ તો હાથવગું છે. જિંદગી જીવવી કે જિંદગી પસાર કરવી આપણે નક્કી કરવાનું હોય છે. એક રાજા હતો. તેણે એક ડ્રેસ બનાવડાવ્યો. ડ્રેસ પહેરીને એણે અરીસામાં જોયું. રાજા ઉશ્કેરાઇ ગયા. રાજાએ કહ્યું, આમાં તો હું ભિખારી જેવો લાગું છું. રાજાએ ડ્રેસનો રસ્તા પર ઘા કરી દીધો. ડ્રેસ એક ભિખારીના હાથમાં આપ્યો. તેણે ડ્રેસ પહેર્યો. અરીસામાં જોઇને કહ્યું કે, વાહ! ડ્રેસમાં તો હું રાજા જેવો લાગું છું! છેલ્લે તો આપણી સમજ આપણા સુખ કે દુ:ખને સર્જતી હોય છે!

છેલ્લો સીન :

દુ:ખને ભૂલતા અને સુખને માણતા જેને નથી આવડતું આખી જિંદગી દુ:ખી રહે છે.               કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 17 ફેબ્રુઆરી 2021, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “જિંદગીને કહેવાનું મન થાય છે કે થોડીક રોકાઇ જા ને! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

%d bloggers like this: