કૃષ્ણકાંત ઉનડકટ આપનું સ્વાગત કરે છે!
- જૂનાગઢમાં જન્મ અને વતન પણ જૂનાગઢ
- બી.કોમ, એલએલબી, માસ્ટર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો.
- હાલ તેઓ સંદેશમાં એક્ઝિક્યુટિવ એડિટર છે.
- સંદેશ દૈનિકની રવિવારની સંસ્કાર પૂર્તિમાં પ્રસિદ્ધ થતી તેમની કોલમ ચિંતનની પળે ખૂબ પોપ્યુલર કૉલમ છે.
- બુધવારની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં પ્રસિદ્ધ થતી કોલમ દૂરબીન અને દરરોજ કરન્ટ અફેર્સ પર એક્સ્ટ્રા કોમેન્ટ નામની કૉલમ પ્રસિદ્ધ થાય છે.
- કરિયરની શરુઆત 1985 પિતાના શરુ કરેલા શરુઆત નામના દૈનિકથી કરી.
- જનસત્તા, ચિત્રલેખા, સમકાલીન, અભિયાન, ગુજરાત સમાચાર, સંદેશ જેવા માતબર દૈનિકો અને સામયિકોમાં અલગ અલગ શહેરોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દિલ્હીમાં સંસદભવનમાં પત્રકારત્વ માટેનો અવોર્ડ મળ્યો છે.
- થોડાં સમય અગાઉ જ તેમને સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે સાધના પત્રકારિતા પુરસ્કાર એનાયત કરાયો હતો.
- સત્તર પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. ચિંતનની પળે, ચિંતનને ચમકારે, ચિંતનને અજવાળે, ચિંતન રોક્સ, ચિંતન 24 બાય 7, ચિંતન સતરંગી, અહા ચિંતન, ચિંતન અહેસાસ, ચિંતન કલાસિક, આમને સામને તથા દૂરબીન, જાણો અને માણો દૂરબીન. ચિંતન જિંદગી, ચિંતન દિલ સે, ચિંતન કવોટ્સ, ચિંતન સ્ટોરીઝ, દૂરબીન જા નિ વા લિ પિ ના રા.
- માનવીય સંવેદનાને સ્પર્શતી તેમની કૉલમ ચિંતનની પળે વાચકોને વિશેષ પ્રિય છે.
- હજુ થોડાં સમય પહેલા જ તેમના બે પુસ્તકો ‘ચિંતન ક્વૉટ’ અને ‘ચિંતન સ્ટોરીઝ’નું જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા અને સમજસેવી ગોવિંદભાઇ ધોળકિયાના હસ્તે વિમોચન થયું હતું.