વડતાલમાં એક અલૌકિક ઘટના

એક અલૌકિક ઘટના –

શિક્ષાપત્રી, જૈનમુનીએ લખાવી, મુસ્લિમે લખી

અને વડતાલમાં અર્પણ થઇ :

એક જૈન મુનિ સુવર્ણઅક્ષરે શિક્ષાપત્રી તૈયાર કરાવે. એક મુસ્લિમ પોતાના હાથે શિક્ષાપત્રી લખે અને વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આ સુવર્ણ અક્ષરે લખાયેલી શિક્ષાપત્રીની અર્પણવિધિ યોજાય એ કેવી અલૌકિક ઘટના છે. જૈન મુનિ વિજય અભયદેવ સૂરીશ્ર્વરજી મહારાજ અને વિજયમોક્ષ રત્ન સૂરીશ્ર્વરજી મહારાજે તૈયાર કરાવેલી સુવર્ણ અક્ષરે લખાયેલી શિક્ષાપત્રી એક ભવ્ય કાર્યક્રમમાં વડતાલના આચાર્યશ્રી રાકેશ પ્રસાદજીને અર્પણ કરવામાં આવી. આ ઉમદા અવસરે વડતાલના ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારીશ્રી ઘનશ્યામ પ્રકાશજી સ્વામી, ડૉ. સંત સ્વામી, શ્રી નૌતમ પ્રકાશજી સ્વામી, કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલા, લોકગાયક અભેસિંહ રાઠોડ, મુસ્લિમ અને ક્રિશ્ર્ચિયન ધર્મગુરુ તથા અસંખ્ય ભાવિકજનોની હાજરીમાં વક્તવ્ય આપવાની મજા પડી. ગાંધીજીની સર્વધર્મ સમભાવની કલ્પના સાકાર થતી હોય એવું દ્રશ્ય વડતાલ મંદિરમાં ખડું થયું હતું.

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: