ચિંતન Rocks… 
મારી છઠ્ઠી બુકનું વિમોચન.
અમદાવાદમાં યોજાયેલા નેશનલ બુક ફેરમાં બીજી મે,2016ના રોજ ચિંતન Rocks… નું વિમોચન જીવનસાથી જ્યોતિ અને દીકરી પરીનાં હસ્તે,
નવભારત સાહિત્ય મંદિરના મહેન્દ્રભાઈ શાહ તથા અમદાવાદ બુક કલબનાં ખુરશીદ રાવજીની
હાજરીમાં થયું. આ અવસરે જાણીતા લેખક રજનીકુમાર પંડ્યા, હાસ્ય લેખક અધીર અમદાવાદી,
કવિ અનિલ ચાવડા, હરદ્વાર ગોસ્વામી, મનીષ પાઠક, કવયિત્રી લતા હિરાણી, રક્ષા શુકલ,
વાર્તાલેખક પ્રફુલ્લ કાનાબાર, દિવ્ય ભાસ્કરની મેગેઝિન અને સિટી ભાસ્કરની ટીમના
સભ્યો તથા મારા લાડકાં રીડર્સ મોટી સંખ્યામાં હાજર હતા. ચિંતનની પળે, ચિંતનને
ચમકારે, ચિંતનને અજવાળે, ચિંતન @ 24×7 અને કાના બાંટવા સાથેની બુક આમનેસામને પછી આ મારું
છઠ્ઠું પુસ્તક છે. ચિંતન Rocks… આપ સૌ સમક્ષ મૂકતાં આનંદ અને ગર્વ અનુભવું છું. વિમોચનવેળાની
કેટલીક યાદગાર તસવીરો. 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: