‘અહા ચિંતન’ની થોડીક યાદગાર ક્ષણો :
મારા સાતમા પુસ્તક ‘અહા ચિંતન’નું વિમોચન અને ‘મિટ ધ ઓથર’ કાર્યક્રમ તા. 4 ડિસેમ્બર 16, રવિવારે અમદાવાદના મીઠાખળીમાં આવેલ ક્રોસવર્ડમાં યોજાયો. મિત્ર આરજે ધ્વનિત અને આરજે આરતી પટેલે કાર્યક્રમનું સુંદર સંચાલન અને લેખોના અંશોનું પઠન કર્યું. વાચકો સાથે સંવાદ કરવાની મજા પડી. જીવનસાથી જ્યોતિએ મારી લેખન પ્રકિયાના અનુભવો કહ્યા. આ અવસરે મારા પ્રિય વાચકો મોટી સંખ્યામાં હાજર હતા તે મારા માટે બહુ મોટી વાત છે. મારા દિલની નજીક છે એવા મિત્રો અને સ્નેહીજનો કવિ મિત્ર તુષાર શુકલ, હરદ્રાર ગોસ્વામી, ભાવેશ ભટ્ટ, જાણીતા લેખક મધુ રાય, હાસ્ય લેખક અને અંગત મિત્ર અશોક દવે, લેખક બકુલભાઇ અને માયાબેન બક્ષી, લેખક મિત્ર ભવેન કચ્છી, અંગત મિત્ર કાના બાંટવા, મનિષ મહેતા અને શૈલેશ રાવલ, જાણીતા ગીત-સંગીતકાર શૌમિલ મુનશી અને તેમના માતા ભક્તિદાબેન, પંકજભાઇ નાગર, અશોક શર્મા, નવભારત સાહિત્ય મંદિરના રોનક શાહ, ઉર્વિ સબનીસ, મયંક રાવલ, જયવંત પંડયા, ડો. મુકેશ બાવીસી, વાર્તાલેખક પ્રફુલ કાનાબાર, પરિવારના સભ્યો ધરમ, પરિતાઅને રવિ સહીત અનેક લોકો હાજર હતા. આ પ્રસંગની થોડીક તસવીરી ઝલક પેશ કરું છું.
આપણા લેખો જીવનમાં નહિ “જીવનને” માર્ગદર્શન આપે છે — નફીસખાન
Thank you Nafis Khan.