સંવેદનાની મહેફિલ :
સંવેદનાઓ સળવળે કે સંવેદનાઓ સુષુપ્ત થઇ જાય ત્યારે શબ્દો સીવાય કોઇનો સહારો કામ લાગતો નથી.
તીવ્ર સંવેદનાના સ્ત્રોત વહે ત્યારે કવિતા કે ગઝલનું સર્જન થાય.
કવિતા એ શબ્દોની ગોઠવણ નથી પણ દિલમાં કુંપળ ફૂટવાની અલૌકિક ઘટના છે.
અમેરિકાના કવિ જનક એમ. દેસાઇના કાવ્યસંગ્રહ ‘હાથ મેં ઝાલ્યો પવનનો’નું વિમોચન
તા. 18 સપ્ટેમ્બર 16, રવિવારે સાંજે 6 વાગે ગુજરાત સાહિત્ય પરિષદના ગોવર્ધન સ્મૃતિ મંદિરમાં થશે.
વિમોચન પછી કવિ સંમેલનમાં જલન માતરી, ચિનુ મોદી, ધૂની માંડલિયા, રમેશ ઠક્કર,
રક્ષા શુકલ, જ્યોતિ ભટ્ટ, વિનય દવે, મનીષ પાઠક અને પ્રાર્થના જ્હા જેવા
માતબર કવિઓ સંવેદનાઓની સરવાણી વહાવશે.
કાર્યક્રમનું સંચાલન હરદ્વાર ગોસ્વામી કરશે.
માણવા જેવો કાર્યક્રમ…