સુરતમાં તા. 11 સપ્ટેમ્બર અને રવિવારે રુપીન પચ્ચીગરના પુસ્તક ‘મારે સફળ થવું છે’નું વિમોચન કર્યું. જેની જિંદગી જ સફળતાના પર્યાય જેવી છે એવા ડાયમંડ ટાયકૂન ગોવિંદભાઇ ધોળકીયા, ચેમ્બરના પ્રમુખ બી.એસ.અગ્રવાલ, સાહિત્ય સંગમના નાનુભાઇ તથા જનકભાઇ, અભિયાનના તંત્રી જ્યોતિ ઉનડકટ અને અનુજ પચ્ચીગર ડાયસ પર હતા. આખો હોલ ખીચોખીચ હતો. ‘દિવ્ય ભાસ્કર’, સુરતના તંત્રી અજય નાયક, ‘સત-અસત’ નવલકથાના લેખક અને પ્રોફેસર મનીષાબેન પાનવાલા, ઉતમભાઉ ગજ્જર, પૂર્વ ઉપકુલપતિ પ્રેમ શારદા, કવિ મિત્ર મુકુલ ચોકસી સહીત અનેક લાકોની હાજરી કાબિલેદાદ.. પુસ્તક વિમાચનનો કાર્યક્રમ રવિવારે સવારે સાડા દશે હોય અને આખો હોલ ચિક્કાર હોય એવું સુરતમાં જ જોવા મળે. બોલવાની તો મજા પડી જ પણ બધાને મળીને સુરતના જૂના દિવસો વાગોળવાની પણ મજા આવી. થેંકયુ સુરત.
Related Posts
નારાજ થવાનો અધિકાર માત્ર તને જ આપ્યો છે ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ જ્યારે જ્યારે તું હની ખિજાય છે, ત્યારે…
તારે તો બસ તારું ધાર્યું જ કરવું છે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ હમને ઇક શામ ચરાગોં સે સજા રક્ખી…
તું તારા સ્ટ્રેસને પંપાળવાનું બંધ કર! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ કભી જો ખ્વાબ થા, વો પા લિયા હૈ, મગર જો…




