ગાંધીનો વંશ અને ગાંધીનો અંશ…
આજે ગાંધી નિર્વાણ દિન છે…ગઇકાલે તા. 29 જાન્યુઆરી અને શુક્રવારે હું અને મિત્ર જ્વલંત છાંયા ટ્રેનમાં સુરત ખાતે પુસ્તક મેળામાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા. યોગાનુયોગ રાજમોહન ગાંધી પણ આ જ ટ્રેનમાં સફર કરતા હતા.. તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા દાંડી જતા હતા. વાતચીત દરમિયાન ગાંધીના આ વંશમાં ગાંધીજીના એક સહજ અને સાત્વિક અંશનો અહેસાસ થયો… અચાનક થતી કેટલીક મુલાકાતો ટૂંકી છતાં યાદગાર હોય છે…