One thought on “જિંદગી સવાલ નથી, જિંદગી તો જવાબ છે!

  1. આપનો 'જિંદગી વિષે નો લેખ વાંચ્યા પછી આપને સલામ કરવાનું મન થાય છે.ખૂબ જ સુંદર…

    જિંદગી પ્રશ્ન નથી. જિંદગી જવાબ છે. પ્રશ્નો તો આપણે ઊભા કરીએ છીએ. પ્રશ્નોમાં ઉલઝતા રહીએ છીએ અને પછી જિંદગીને દોષ દઈએ છીએ. જિંદગીને માણસ જંગ સમજે છે. જિંદગી જંગ છે જ નહીં જિંદગી તો ઉમંગ છે. તમે યુદ્ધોનો ઇતિહાસ જુઓ, કોઈ યુદ્ધ આખી જિંદગી ચાલ્યું નથી. યુદ્ધ તો અમુક દિવસો પૂરતું જ હોય છે. એવી જ રીતે જિંદગીમાં કડવી, કરુણ અને દુઃખદ ક્ષણો તો બહુ થોડી હોય છે. આવી ક્ષણોને જેટલી જલદી ભૂલી શકાય તો જ જિંદગી સારી રીતે જીવી શકાય.
    સર,આપે સાચું જ તો કહ્યું છે કે ..

    જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો, કારણ કે એ સરકી જવાની છે. જિંદગી વિશે બધું વિચારવાની પણ જરૂર નથી, કારણ કે અલ્ટિમેટલી જિંદગી એ વિચારવાનો નહીં પણ જીવવાનો વિષય છે !

Leave a Reply

%d bloggers like this: